નિર્ભયાના દોષિતોને 20મી માર્ચે થશે ફાંસી, પટિયાલા હાઉસ કોર્ટે ઈશ્યું કર્યું ડેથ વોરન્ટ
અનેક ઉથલપાથલ બાદ હવે નિર્ભયાના દોષિતો માટે ફાઈનલ ડેથ વોરન્ટ બહાર પડી ગયું છે. જે મુજબ ચારેય દોષિતોને 20મી માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ ઈશ્યું કર્યું છે. અત્રે જણાવવાનું કે દોષિતો પાસે બચવાના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: અનેક ઉથલપાથલ બાદ હવે નિર્ભયાના દોષિતો માટે ફાઈનલ ડેથ વોરન્ટ બહાર પડી ગયું છે. જે મુજબ ચારેય દોષિતોને 20મી માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ ઈશ્યું કર્યું છે. અત્રે જણાવવાનું કે દોષિતો પાસે બચવાના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે.
Nirbhaya Case: Delhi Court issues a fresh death warrant against the four convicts. They are to be hanged at 5.30 am on March 20, 2020 pic.twitter.com/MAOx5rVVGw
— ANI (@ANI) March 5, 2020
આ અગાઉ નિર્ભયા મામલે દોષિત પવન ગુપ્તાની દયા અરજીને રાષ્ટ્રપતિએ બુધવારે ફગાવી હતી. સુપ્રીમ કોર્ટમાંથી પવનની ક્યુરેટિવ અરજી સોમવારે જ નકારી કાઢવામાં આવી હતી. આ સાથે જ ચારેય દોષિતોની અપીલ, પુર્નવિચાર અરજી, ક્યુરેટિવ પિટિશન અને દયા અરજીના વિકલ્પો સમાપ્ત થઈ ચૂક્યા છે. એટલે કે હવે આ ચારેય દોષિતોના તમામ કાયદાકીય અધિકારોનો ઉપયોગ થઈ ગયો છે અને હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
પટિયાલા હાઉસ ટ્રાયલ કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ ચારેય દોષિતો મુકેશકુમાર સિંહ, પવન, વિનય અને અક્ષયકુમાર વિરુદ્ધ 3 માર્ચના રોજ ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ બહાર પાડ્યું હતું. પરંતુ પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હોવાના કારણે ટ્રાયલ કોર્ટે ડેથ વોરન્ટ રદ કરવું પડ્યું હતું. હવે ટ્રાયલ કોર્ટે આજે આ નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું.
જુઓ LIVE TV
નોંધનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટ ચારેય દોષિતો માટે ત્રણવાર ડેથ વોરન્ટ બહાર પાડી ચૂકી છે. પરંતુ કાયદાકીય આંટીઘૂંટીના કારણે ત્રણેયવાર ફાંસી ટળી. પરંતુ હવે એવું થશે નહીં. કારણ કે દોષિતો પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નહતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે